ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલથી પવિત્ર અમરનાથ યાત્રાધામ આભ ફાટવાની દુર્ઘટના

કુલ 7 બસ ગઈ છે જે પૈકી કુલ 6 બસ હાલ પહેલગામ ખાતે

ઉત્કલ ઠાકોર
  • Jul 9 2022 3:29PM
ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલથી પવિત્ર અમરનાથ યાત્રાધામ આભ ફાટવાની દુર્ઘટના સંદર્ભે ભાવનગર શહેર અને જિલ્લાનાં યાત્રીઓ સંબંધી ભાવનગર જિલ્લા ટ્રાવેલ એજન્સી એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ પાસેથી માહિતી પ્રાપ્ત થયેલ છે. ભાવનગરથી કુલ 7 બસ ગયેલ છે. જે પૈકી કુલ 6 બસ હાલ પહેલગામ ખાતે છે, 6 બસનાં કુલ મળીને 260-265 યાત્રીઓ/ટ્રાવેલ સ્ટાફ મેમ્બર છે.

એજન્સીઓ વતી એમની સાથે રહેલ હિરેનભાઈ નામનાં વ્યક્તિએ આ માહિતી આપેલ છે. આવતીકાલે ઈદ હોય પરમ દિવસે તેઓ ભાવનગર પરત ફરવા માટે નીકળશે. અન્ય ત્રણ બસને હાલ અમૃતસર ખાતે હોલ્ડ કરી દેવામાં આવેલ છે, જેમાં કુલ મળીને 180 જેટલા લોકો છે. આ તમામ પણ સલામત છે, આ માહિતી પણ એજન્સીના પ્રમુખ રાજેન્દ્રસિંહ એ આપેલ છે. કોઈનો નેટવર્કનાં હિસાબે સંપર્ક ન થાય તો પણ ચિંતા ન કરવા જણાવ્યું છે.
4 Comments

vega

  • Sep 27 2022 3:35:15:370PM

vega

  • Sep 27 2022 3:35:14:790PM

vega

  • Sep 27 2022 3:35:14:747PM

vega

  • Sep 27 2022 3:35:14:353PM

संबंधि‍त ख़बरें

ताजा समाचार