માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખડીયાસણ ગામના યુવકના પરિવારને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાય

સિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામના યુવાન રોહિતજી પ્રવીણજી ઠાકોરના દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે મૃતકના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

સુદર્શન ટીમ
  • May 5 2025 6:31PM

મંત્રીએ શોકસંતપ્ત પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડી તેમનું સાંત્વન કર્યું અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દુર્ઘટનાનું દુઃખ મિટાવી શકાતું નથી, પણ રાજ્ય સરકાર પરિવારજનોની સાથે ખંભે ખભો આપી ઊભી છે.” રાજ્ય સરકાર દ્વારા બનાવ બન્યા પછી તત્કાળ સહાયની વ્યવસ્થા કરાતા તેમણે મુખ્યમંત્રીની સંવેદના અને માનવતા દર્શાવતા અભિગમની પ્રસંશા કરી.

આ પ્રસંગે મામલતદાર સિદ્ધપુર તથા અન્ય સરકારી અધિકારીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार