નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં SoU વહીવટી સંકુલ એકતાનગર ખાતે મોકડ્રીલ- બ્લેકઆઉટની થયેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ

જિલ્લામાં ભવિષ્યમાં કોઈ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે સુરક્ષા, ફાયર અને મેડિકલ સહિતની નાગરિકોને ત્વરિત પુરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો-વ્યવસ્થા અંગે પુરતી કાળજી રાખવા ઉપર ભાર મુકતા પ્રભારી સચિવશ્રી

શૈશવ રાવ નર્મદા
  • May 8 2025 6:56PM
 કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલ તેમજ બ્લેકઆઉટની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીની સમીક્ષા અર્થે ઈનચાર્જ સેક્રેટરીશ્રી અને ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેની અધ્યક્ષતામાં તા.૦૮/૦૫/૨૦૨૫, ગુરૂવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના વહીવટી સંકુલ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. 

આ સમીક્ષા બેઠકના પ્રારંભે જિલ્લાના સૌ અધિકારીશ્રીઓના ટૂંકા પરિચય બાદ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૫, બુધવારના રોજ સ્ટચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં સૂર્યપ્લાઝા ખાતે યોજાયેલી મોકડ્રીલ અને રાત્રિ દરમિયાન શહેરમાં કરવામાં આવેલા બ્લેક આઉટ અંગેની વિગતો નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ તથા સ્ચેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી નારાયણ માધુએ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. 
 
પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, આકસ્મિક સંજોગોમાં તકેદારીના ભાગરૂપે જિલ્લામાં ગતરોજ કરવામાં આવેલી કામગીરી સરાહનીય છે. ટીમ નર્મદા પર મને પુરો ભરોશો છે, આજ રીતે ભવિષ્યમાં નર્મદા જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે મહત્વના સ્થળો અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા, જાનમાલને નુકશાનીથી બચાવી શકાય, ફાયર અને મેડિકલ-એમ્બ્યુલન્સની પુરતી સુવિધા સાથે સિનિયર સિટિઝન, બાળકો, નાગરિકોને પુરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો-વ્યવસ્થા હાથવગા રાખવા અંગે પુરતી કાળજી રાખી સ્ટાફને સેન્સીટીવ કરી જાગૃત અને સતર્ક રહેવા અંગે જણાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા CISFના જવાનોને જરૂરી તમામ સાધન-સરંજામ અને વિવિધ પ્રકારના બચાવ કામગીરીના સાધનોની યોગ્ય ચકાસણી કરવી, જિલ્લામાં ઉપલબ્ધ ન હોય તેવી સાધન – સામગ્રી નજીકમાં સરળતાથી ક્યાંથી મળી શકે તેના વૈકલ્પિક એક્શન પ્લાનની વહીવટી તંત્ર સાથે પરામર્શ કરી તૈયારી સાથે નાગરિકોના પુરતા સહયોગ માટે જિલ્લામાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ, NCC-NSS, સ્કાઉટ ગાઈડ, સંગઠનો વગેરે યોગ્ય સમયે કામ લાગે તેવી રીતે સંકલનમાં રહીને તેમની કુશળતાનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકી સંપર્ક નંબર-નામો સાથેની યાદી તૈયાર રાખવી, ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી લોકોને જાગૃત કરવા અને ખોટી અફવા-ગેરસમજ ન ફેલાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. 

બેઠક દરમિયાન જિલ્લામાં ગતરોજ થયેલી મોકડ્રીલ અને બ્લેકઆઉટની અભ્યાસ પ્રવૃત્તિ દરમિયાન ધ્યાને આવેલી કેટલીક બાબતો અને તેમાં જરૂરી સુધારા-વધારા કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ કેટલાંક સૂચનો કર્યા હતા. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ પણ આ કામગીરી સંદર્ભેનું પોતાનું મૂલ્યાંકન અને સૂઝાવો રજૂ કર્યા હતા. 

આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરાએ પ્રભારી સચિવશ્રીને SoU અને વહીવટી તંત્ર દ્વારા આકાર્યા હતા. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ.વિલ્સન, SoUADTGA ના નાયબ કલેક્ટરશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટરશ્રીઓ, CISFના અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, ફાયર ઓફિસર અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार