ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને આજીવન કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ

જજ એમ. એલ શેખ નાઓએ જીલ્લા સરકારી વકીલ ધવલ આર બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી આજીવન કેદની સજાનો હુકમ કર્યો

યેશા શાહ
  • May 10 2025 12:40PM
ઉત્તરસંડામાં થયેલ મર્ડરના ગુનામાં આરોપી રેહાન વહોરાને  નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામા આવી છે.
બનાવની હકીકત એવી છે કે, તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ ઉતરસંડા કુષ્ણનગરી ખારા કુવા પાસે તા.નડિયાદ ખાતે રહેતા મુળ ફરીયાદી સમીરભાઈ ભીખાભાઈ વ્હોરા પોતાની પત્ની, માતા તથા ભાઈ સાથે રહેતા હતા અને બનાવના દીવસે સવારે ૮ : ૩૦ કલાકે ફરીયાદી સમીરભાઈ વ્હોરાને પોતાની પત્ની હીનાબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા આ હીનાબેનનાઓએ સમીરભાઈની બેન કે જેને બોરસદ મુકામે પરણાવેલ છે તેઓ વિશે ગમે તેમ બોલતા બોલતા નજીકમાં રહેતા આરોપી રેહાન ઉર્ફે મહંમદ રેહાન રફીકભાઈ ગુલામરસુલ વ્હોરાના ઘરે જાય છે ત્યારે મરણજનાર શરીફ ઉર્ફે મુસો ભીખાભાઈ વ્હોરા, ઉ.વ.૨૨, પોતાની ભાભી હીનાબેનને આરોપી રેહાનના ઘરે પોતાની બેન વિશે ગમે તેમ ન બોલવા સમજાવવા માટે ગયેલ તે સમયે આરોપી રેહાન અને તેની માતા રશીદાબેન ઉર્ફે મુન્નીબેનએ મરનાર શરીફ ઉર્ફે મુસો સાથે ઝગડો કરેલો આ સમય ફરીયાદી સમીરએ આ ઝગડો શાંત પાડી મરનાર ભાઈને પોતાના ઘરે લઈ આવે છે અને હીના મુન્નીબેનના ઘરે જ રોકાય છે. ત્યારબાદ અડધા કલાક પછી મહીલા હેલ્પ લાઈન ૧૮૧ મોબાઈલ વાન ફરીયાદીના ધર પાસે આવતા આવેલ અધિકારીઓ સમીરભાઈ અને હીનાબેનની પુછપરછ કરી રહ્યા હતા તે સમયે પણ આરોપી રેહાન વ્હોરાનાઓ ફરીયાદ સમીરને તથા મરનાર શરીફ ઉર્ફે મુસોને ગાળો બોલતો હતો. આ સમયે ૧૮૧ વાળા બહેનએ પણ આરોપીને ગાળો ન બોલવા જણાવેલ અને ૧૮૧ વાન વાળા ફરીયાદી સમીર અને તેની પત્નીને વાન ગાડીમાં બેસાડી જતા હીનાએ ફરીયાદ ન કરવાનું કહેતા ૧૮૧ વાન માંથી સમીરને થોડે દુર ઉતારી દીધેલ અને ગાડીમાંથી ઉતરી સમીર ધરે જતો હતો ત્યારે રસ્તામાં મનોજભાઈ રાઠોડે સમીરને જણાવેલ કે શરીફ ઉર્ફે મુસોને આરોપી રેહાને પેટના ભાગે છરો મારી દીધેલ છે જેથી સમીર દોડતો દોડતો પોતાના ભાઈ મુસા પાસે જાય છે ત્યારે શરીફ ઉર્ફે મુસોને લોહી લુહાણ હાલતમાં જોતા સમીરે પોતાના ભાઈનું માથુ પોતાના ખોરામાં મુકીને તેને પુછતા આરોપી રેહાને તેને છરો મારેલાનું જણાવે છે આ બનાવ જાહેર રસ્તા ઉપર બનેલ હોઈ આજુબાજુમાં રહેતા લોકો એ પણ બનાવ નજરે જોયેલો, જેમાં નજરે જોનારા અતીક વ્હોરા, સુફીયાબેન વ્હોર વિગેરે હાજર હતા.બાદમાં મુસાનો મિત્ર ચંદ્રકાન્ત સોઢા આ મુસાને પોતાની ગાડીમાં સીવીલ હોસ્પીટલ લઈ જતા ડોકટરશ્રીએ આ શરીફ ઉર્ફે મુસોને મરણ જાહેર કરેલ.

આ સમગ્ર બનાવ બાબતે મરણજનાર શરીફ ઉર્ફે મુસોના ભાઈ સમીરે પોલીસમાં ફરીયાદ આપતા ચકલાસી પો.સ્ટે.ખાતે એફ.આર.આઈ. નં.૧૬૦/૨૦૨૩ થી ઈન્ડીયન પીનલ કોડની કલમ ૩૦૨, મુજબનો ગુનો રજીસ્ટ્રર થયેલો અને પોલીસે ખુબ જ જીણવટ ભરી તપાસ કરી ફરીયાદી તથા નજરે જોનારા સાહેદોના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ રૂબરૂના સી.આર.પી.સી.૧૬૪ મુજબના નિવેદનો લેવડાવી ગુનામાં વાપરેલ હથીયાર છરો કબજે લઈ આરોપી વિરૂધ્ધ નામ.કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા આ ગુનાનો સેશન્સ કેસ નં.૧૦૩/ ૨૩ પડેલ, જે કેસ ચાલવા ઉપર આવતા જિલ્લાના મુખ્ય સરકારી વિકલ શ્રી ધવલ.આર.બારોટ કેસમાં હાજર થયેલા અને તેઓએ આખા કેસએ નામદાર કોર્ટમાં ચલાવેલ જેમાં સરકારી વકિલ ધવલ.આર.બારોટએ ૧૩_સાહેદો નામદાર કોર્ટમાં તપાસેલા અને અંદાજે ૨૫ દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજુ કરેલા અને આ કેસ નામદાર કોર્ટમાં સરકારી વિવકલ ધવલ.આર.બારોટે દલીલો કરેલ કે ફરીયાદી સમીરભાઈ ભીખાભાઈ વ્હોરાનાઓને મરનાર મુસાએ આરોપીનું નામ જણાવેલ છે તેમજ નજરે જોનાર સાહેદોએ બનવાની હકીકત કોર્ટમાં જણાવેલ છે તેમજ ડોકટરની જુબાનીમાં જણાવેલ મરનારની ઈજાઓ નજરે જોનાર સાહેદોના જણાવ્યા મુજબ છે અને નજરે જોનારની જુબાની ખુબ જ મહત્વનો પુરાવો છે જેથી તેને નહી માનવાને કોઈ કારણ નથી તેમજ આરોપી તરર્ફે સાયક્રાટીસ ડોકટર અનીલ પટેલને તપાસી આરોપી માનસીક બીમાર હોવાનું પુરવાર કરવા પ્રયત્ન થયેલ પરંતુ ડોકટરની ઉલટતપાસમાં ડોકટરે સ્વીકારી લીધેલ કે આરોપી માનસીક બીમાર નથી પરંતુ તેને માત્ર ખેંચ આવવાની બીમારીની જ ભુતકાળમાં સારવાર કરેલી, આમ જિલ્લાના મુખ્ય સરકારી વિકલ ધવલ.આર.બારોટે નામદાર કોર્ટમાં સરકાર પક્ષે ધારદાર દલીલો કરેલ અને નડીઆદના પાંચમાં એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એમ.એલ.શેખ એ આરોપીને નીચે મુજબની સજા કરતો હુકમ કરેલ છે.

આરોપી રેહાન ઉર્ફે મહંમદ રેહાન રફીકભાઈ ગુલામ રસુલ વોરા, ને ભારતી દંડ સંહિતા કલમ-૩૦૨ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સખત કેદની સજા તેમજ રૂપિયા ૫૦૦૦/-નો દંડનો હુકમ કરેલ છે.
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार