રાજપીપલામાં ભારતીય સેનાને સમર્પિત રક્તદાન કેમ્પનું આયોજન

દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ભારતીય સેનાના શૂરવીર જવાનોના સન્માનમાં અને નાગરિકોની સેવા માટે રાજપીપલામાં એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શૈશવ રાવ નર્મદા
  • May 10 2025 2:25PM
આ કેમ્પ માનવતાવાદી પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાના સંકલ્પને રજૂ કરે છે.
કેમ્પનું આયોજન આવતીકાલે, તારીખ ૧૧ મે, ૨૦૨૫ (રવિવાર) ના રોજ, સવારે ૯:૦૦ વાગ્યાથી, શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહભાગી થઈને નાગરિકો રક્તદાન દ્વારા અનેક જિંદગીઓને નવું જીવન આપી શકે છે.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું, “તમારું એક બૂંદ રક્ત અનેક જીવનો માટે આશાનું કિરણ બની શકે છે. આવો, સેનાના સન્માનમાં અને માનવસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ.”
આ કેમ્પ #OperationSindoor અને #સેનાસન્માન ના ભાગરૂપે યોજાશે, રક્તદાનને ‘મહાદાન’ ગણાવતા આયોજકોએ તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈને દેશભક્તિ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા અપીલ કરી છે.
#રક્તદાનએજમહાદાન #જય હિન્દ
0 Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार